Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ મળી આવવાની ઘટનાઓ અવિરત

જામનગરની જેલમાંથી પ્રતિબંધિત મોબાઇલ મળી આવવાની ઘટનાઓ અવિરત

જામનગરની જિલ્લા જેલ હંમેશા વિવાદમાં જ રહે છે અને આ જેલમાંથી અવાર-નવાર સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવી હવે તો સામાન્ય બાબત થઇ ગઇ છે. જેલમાંથી મોબાઇલ, ચાર્જર અને સીમકાર્ડ મળી આવે છે. દરમિયાન મંગળવારે સવારના સમયે અમદાવાદની જડતી સ્કવોર્ડએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરતા યાર્ડ નં.4 ની બેરેક નં.2 માંથી 2 નંગ મોબાઈલ મળી આવ્યા હતાં. આ મોબાઇલ તપાસતા તેના આઈએમઇઆઈ નંબર ઘસી નાખેલ હતાં. જેના કારણે મોબાઇલની અને વપરાયેલા સીમકાર્ડની વિગતો ન મળે. પોલીસે બન્ને મોબાઇલ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી જિલ્લા જેલમાંથી વખતોવખત પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવે છે તેમાં પણ ખાસ કરીને મોબાઇલ, સીમકાર્ડ, ચાર્જર તો ગમે ત્યારે ચેકીંગ કરવામાં આવે ત્યારે એક કે બે નંગ મળી આવતા હોય છે. થોડા દિવસ પૂર્વે જ અમદાવાદની જડતી સ્કવોર્ડના જેલરની ટીમ દ્વારા હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન મોબાઇલ મળી આવ્યા હતાં. ત્યારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તે ઘટનામાં હજુ આરોપીની સંડોવણી બહાર નથી આવી ત્યારે મંગળવારે અમદાવદાની જડતી સ્કવોર્ડના જેલર ડી.આર. કરંગીયા અને ટીમ દ્વારા જામનગરની જેલમાં વધુ એક વખત સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન યાર્ડ નં.4 અને બેરેક નં.2 માંથી રોકટેલ કંપનીનો તથા સેમસંગ કંપનીનો મોબાઇલ મળી આવ્યો હતો.
અમદાવાદની ટીમે બન્ને મોબાઇલ કબ્જે કર્યા હતાં. જેમાં રોકટેલ કંપનીના મોબાઇલમાં આઈએમઈઆઇ (1) 911617404159385 (2) 911617404159393 તથા સેમસંગ કંપનીના મોબાઇલ જેમાં પાસવર્ડ બ્લોક હતો અને પાછળના આઈએમઈઆઈ નંબર લખેલું સ્ટીકર ચાલાકી પૂર્વક ઘસી નાખવામાં આવ્યું હતું. જેથી આઈએમઈઆઈ નંબરની જાણ ન થાય અને મોબાઇલ કોણે ઉપયોગમાં લીધેલો છે તે બહાર ન આવે આમ પોલીસે બન્ને મોબાઇલ કબ્જે કરી અજાણ્યા શખ્સો વિરૂધ્ધ જેલર ડી.આર.કરંગીયાએ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઇ. આઇ. નોયડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular