Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાના સલાયાનો શખ્સ પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ કરતા ઝડપાયો

ખંભાળિયાના સલાયાનો શખ્સ પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ કરતા ઝડપાયો

- Advertisement -
ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે રહેતા એક મુસ્લિમ વાઘેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે સરકાર પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ કરતા ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર સલાયાના હૂસેની ચોક, ભીમ પાડો વિસ્તારમાં રહેતો રમીઝ ઈશાભાઈ ઈસ્માઈલ ગજીયા નામનો 25 વર્ષનો મુસ્લિમ વાઘેર શખ્સ તેની રમીઝ સિલેક્શન નામની દુકાનમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલી ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેચાણ કરતો હોવાની બાતમી પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. સ્ટાફને મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો.
જેમાં ચેકિંગ દરમિયાન રમીઝના કબ્જામાંથી ઇલેક્ટ્રોનિક સિગારેટના પેકેટ, લિક્વિડ ફ્લેવર્સની બોટલો વિગેરે મુદ્દામાલ સાંપડ્યો હતો. આથી પોલીસે રૂપિયા 12,650 ના મુદ્દામાલ સાથે રમીઝ ઈશા ગજીયા (ઉ.વ. 25)ની અટકાયત કરી, તેની સામે ધ પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ વિગેરે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટાફને સોંપવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular