Saturday, December 6, 2025
Homeરાજ્યખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા એથલેટીક મીટનું આયોજન કરાયું

ખંભાળિયામાં પોલીસ તંત્ર દ્વારા એથલેટીક મીટનું આયોજન કરાયું

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે આવેલા કેપીટી ગ્રાઉન્ડ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ગત સોમવારે એથ્લેટિક મીટ -2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પોલીસઅધિકારીઓ તથા કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર, 5 કી.મી. દોડ ઉપરાંત ગોળાફેંક, ચક્રફેંક, બરછી ફેંક, ઉંચી કૂદ, લાંબી કૂદ વિગેરે રમતોમાં પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અધિકારીઓ દ્વારા પારિતોષિક આપવામાં આવ્યા હતા.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular