જામનગરમાં બ્રુક-બોન્ડ નજીક યુવકે સુસાઇડ નોટ લખી ઝાડ ઉપર લટકીને આપઘાત કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ અંગેની વિગત મુજબ મુકેશભાઇ ગોવિંદભાઇ રાઠોડએ ઝાડ ઉપર લટકીને આપઘાત કરી લેતાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તેમને લખેલી સુસાઇડ નોટમાં તેમની પત્નિ અને સસરા દ્વારા ખોટી રીતે હેરાન કરી ભરણ-પોષણ માટે કેસ કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમજ તેમના પત્ની તેમણે પોતાના પરિવારથી અલગ કરવા માટે પોલીસ અને અન્ય કેસોમાં ફસાવાની ઘાક-ધમકી આપતા હોય.
તેના માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા મજબૂર થયા હોવાનું આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. આત્મહત્યા કરવા બદલ હ્રદયદ્રાવક સુસાઇડ નોટમાં તેમની માતા અને તેમના ભાઇની માફી પણ માંગી છે.