Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશંકરટેકરી એ-ઝોન વિસ્તારમાં આવતીકાલે પાણી કાપ

શંકરટેકરી એ-ઝોન વિસ્તારમાં આવતીકાલે પાણી કાપ

ખંભાળિયાનાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, પંચેશ્વર ટાવર, વંડાફળી, કડિયાવાડ, દરબારગઢ સહિતના વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણમાં વિક્ષેપ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા નવી ઇન્સ્ટોલ કરેલ પંપીંગ મશિનરીની કામગીરીનું આવતીકાલે કામગીરી કરવાની હોય, જેના કારણે શંકરટેકરી એ-ઝોન વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે નહીં. પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ ખાતે નવા 30 એમએલડી ફિલ્ટર તથા નવા અંડર ગ્રાઉન્ડ સમ્પ તથા તેને આનુસાંગિક પમ્પ હાઉસ અપગ્રેડેશનની કામગીરી ચાલુ છે. તેના અનુસંધાને નવી ઇન્સ્ટોલ કરેલ પમ્પીંગ મશીનરીનું શંકર ટેકરી તરફ જતી રાઇઝીંગ મેઇન પાઇપલાઇન સાથે જોડાણ તા. 4 માર્ચના રોજ કરવાનું થતું હોય જેના કારણે શંકર ટેકરી ઝોન-એના વિસ્તારો પાબારી ઝોન હેઠળના વિસ્તારો જેવા કે, ખંભાળિયાનાકાથી સેન્ટ્રલ બેંક વિસ્તાર, હવાઇચોક, નાગર ચકલો, હવેલી વિસ્તાર, પંચેશ્ર્વર ટાવર,
વંડાફળી, બેડીગેઇટ રણજીત રોડ, કડીયાવાડ, ગ્રેઇન માર્કેટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, જુનો કંભારવાડો, ભોયવાડો, લંઘાવાડનો ઢાળીયો, ચાંદીબજાર, રતનબાઇની મસ્જિદવાળો વિસ્તાર, જામનું ડેરુ, ખોજાનું નાકુ, ખોજાવાડ, રંગુનવાલા વિસ્તાર, સતવારા વાડ, દરબારગઢ વિસ્તાર, મોદીવાડ, વાણિયાવાડ, સેતાવાડ, લુહારસાર, ગઢની રાંગ વિસ્તાર, ભાનુશાળી વાડ, શેઠફળી, બર્ધન ચોક, મુલ્લામેડી, કિશાન ચોક, ટિડોડીવાડી, ખોજાનું નાકુ, નાગરપરા, પીળી બંગલી, મુળજી જેઠા ધર્મશાળા, સુમરા ચાલી, પ્રેમચંદ કોલોની, પવનચક્કી ઝોન-બી સાધના કોલોની નંદનવન પાર્ક, પટેલ પાર્ક, સિધ્ધી વિનાયક સોસાયટી, વૃંદાવન પાર્ક, સરદાર પાર્ક, ગ્રીનસીટી, યુવા પાર્ક, વ્રજવાટીકા, અશોકવાટીકા, આર્શિવાદ દીપ- 1,2,3,4, નંદનવન સોસાયટી, ગજાનંદ સોાસયટી વિગેરે સંલગ્ન વિસ્તારોમાં તા. 4 માર્ચના રોજ પાણી વિતરણ બંધ રહેશે. પાણી વિતરણ બંધના બીજા દિવસે શંકરટેકરી ઝોનમાં પ્રથમ ઝોન-એ ત્યારબાદના દિવસે ઝોન-બી તેમજ પવનચક્કી ઝોનમાં બી અને ત્યારબાદના દિવસે ઝોન-એ રાબેતા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular