Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરહિન્દુ સેના દ્વારા શંકર ટેકરી વિસ્તારમાં શિવ શોભાયાત્રા યોજાઇ

હિન્દુ સેના દ્વારા શંકર ટેકરી વિસ્તારમાં શિવ શોભાયાત્રા યોજાઇ

ચલિત શિવજી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

- Advertisement -

જામનગર એટલે છોટી કાશી કહેવાય છે. જેમાં ધાર્મિક મહિમા વધારે જોવા મળતો હોય છે. શહેરમાં પણ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે. ત્યારે હિન્દુ સેના દ્વારા શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિરથી શોભાયાત્રા યોજાઇ હતી. જેની શરૂઆત જામનગર શહેરના હિંદુ ઉત્સવ સમિતિ સંકલન સમિતિના ક્ધવીનર જીમ્મી ભરાડ તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા કરાવાઇ હતી. જે શંકરટેકરીના રસ્તાઓ પર વાજતે ગાજતે અને તલવારોના દાઉપેચ સાથે બીટ પોલીસ ચોકી પાસે થઈ સુભાષપરા બે નંબર સુધી વિશાળ શિવભક્તો સાથે પહોંચી હતી. આ શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જેમાં સિટી-સી ડિવિઝનના પી.આઈ ગાધે તેમજ ઉદ્યોગ પોલીસ ચોકીના પી.એસ.આઇ આર.ડી ગોહિલ અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત સાથે શોભાયાત્રાની શરૂઆતથી સતત પગપાળા સાથે રહી સલામતી જાળવી હતી. આ શોભાયાત્રા દરમિયાન સ્થાનિક શિવભક્તોએ સરબત તેમજ ફરાળનું આયોજન કર્યું હતું. શંકરટેકરી શોભાયાત્રાના રથમાં મોટા શિવજી તેમજ શિવદર્શન માટે શિવલિંગ રાખ્યા હતાં તેમજ ચલિત શિવજીની વેશભુષાવાળા શિવજીથી લોકોમાં શિવભક્તિ છવાઈ અને નાના બાળકોમાં આ ચલિત શિવજીને જોવાનો ઉમંગ જોવા મળ્યો હતો. શંકરટેકરીની શોભાયાત્રામાં આ વિસ્તારના નાના મંડળો તેમજ હિન્દુસેના સૌરાષ્ટ્ર યુવા અધ્યક્ષ મયુર પટેલ, જામનગર હિન્દુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લે, જીલ્લા ઉપપ્રમુખ ધીરેન નંદા, બી.જે.પી. આગેવાન હિતેશ શેઠિયા, વી એચ.પી.ના સુભાષ પીલ્લે, શિવસેનાના બ્રિજેશ નંદા, ભાવેશ ઠુંમર, યશંક ત્રિવેદી, સંજયભાઈ, હરીશભાઈ, પાર્થ ચોવટીયા, દર્શન, ઘનશ્યામ, ભરત, જતીન સહિત વિશાળ સંખ્યામાં ભાઇ-બહેનો શંકરટેકરી શોભાયાત્રામાં જોડાઈ હર હર મહાદેવના નારા સાથે ભક્તિમય બન્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular