Friday, November 22, 2024
Homeધર્મ / રાશિઆજે મહાશિવરાત્રી : જાણો કઈ રીતે રુદ્રાક્ષની ઉત્પતી થઇ હતી, શું છે...

આજે મહાશિવરાત્રી : જાણો કઈ રીતે રુદ્રાક્ષની ઉત્પતી થઇ હતી, શું છે મહત્વ

- Advertisement -

આજે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી થઇ રહી છે. આ દિવસે મોટાભાગના લોકો રૂદ્રાક્ષ ધારણ કરે છે. રૂદ્રાક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે છે અને તેને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. તેનાથી પરેશાનીઓ દૂર થાય છે અને દુ:ખ અને ગ્રહ દોષ દૂર થાય છે.

- Advertisement -

રુદ્રાક્ષ શબ્દ બે શબ્દોથી બનેલો છે. જેમાં પહેલો શબ્દ રુદ્ર અને બીજો અક્ષ છે. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંસુ. પૌરાણિક કથાઓ અનુસાર, એકવાર ભગવાન શિવ હજાર વર્ષ સુધી સાધનામાં લીન થયા હતા. એક દિવસ અચાનક તેની આંખ ખુલી ત્યારે આંસુનું એક ટીપું ધરતી પર પડ્યું. અને તેમાંથી જ રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ હતી. શિવની આજ્ઞા અને માનવ કલ્યાણ માટે આખી પૃથ્વી પર રૂદ્રાક્ષના વૃક્ષો ફેલાઈ ગયા હતા. આ રૂદ્રાક્ષનો ભગવાન શિવ સાથેનો સંબંધ છે.

રુદ્રાક્ષ એકથી લઈને 21 મુખી હોય છે. આમાં પણ 11 મુખી રુદ્રાક્ષને સર્વસિદ્ધિ રુદ્રાક્ષ માનવામાં આવે છે. ભગવાન શિવના રુદ્રાક્ષને અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ સંખ્યામાં ધારણ કરવાનું વિધાન છે. જેમ કે વાળમાં એક રુદ્રાક્ષ, માથા પર ત્રીસ રુદ્રાક્ષ, ગળામાં 36 રુદ્રાક્ષ, બંને બાજુબંધમાં 16-16 રુદ્રાક્ષ, કાંડામાં 12 રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. બે, પાંચ કે પછી સાત મળકાની માળાને કંઠમાં ધારણ કરવો જોઈએ. જે વ્યક્તિ રુદ્રાક્ષની માળાથી શિવના સાધના કરે છે. તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular