Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો કમિશનર દ્વારા ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશન કરવા અપીલ કરાઇ

જામ્યુકો કમિશનર દ્વારા ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશન કરવા અપીલ કરાઇ

- Advertisement -

ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-2022 અન્વયે અંડર-11,14,17 ઓપન વયજૂથ(17 થી 45 વર્ષ) એમ જુદા જુદા વયજૂથની એથ્લેટીક્સ, કબડી, ખોખો, ચેસ, વોલીબોલ, યોગાસન, આર્ચરી, સ્વીમીંગ, જૂડો, કુસ્તી, બાસ્કેટબોલ, ટેકવેન્ડો, બેડમિન્ટન, હોકી, ફૂટબોલ, કરાટે, ટેબલ ટેનીસ, હેન્ડબોલ, ફેન્સીંગ, બોક્સિંગ, શૂટીંગ, જીમ્નાસ્ટીક, આર્ટિસ્ટીક સ્કેટિંગ જેવી રમતોની સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમાં અંડર-11,14,17 વયજૂથના શાળા/કોલેજમાં ભણતા ખેલાડીઓએ ફરજીયાત શાળાએથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ઓપન વય જૂથ(17 થી 45 વર્ષ)ના ખેલાડીઓ ખેલ મહાકુંભની www. khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટથી રજીસ્ટ્રેશન કરી શકાશે. ખેલ મહાકુંભને વધુમાં વધુ સફળ બનાવવા તા.24ના રોજ જામનગર મહાનગરપાલિકા ખાતે કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના દરેક વોર્ડમાંથી વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરી પાર્ટીસીપેશન કરવા માટે કમિશનર વિજય ખરાડી દ્વારા અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં જીલ્લા યુવા વિકાસ અધિકારી, પ્રાંત યુવા વિકાસ અધિકારી, શાસનાધિકારી, જીલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ, વ્યાયામ શિક્ષકઓ, એસોસિએશનના પ્રતિનિધિઓ, યોગ કોચ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular