Thursday, December 12, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઅમને એકલા છોડી દીધા, બધા ડરે છે કોઈ મદદ કરતુ નથી :...

અમને એકલા છોડી દીધા, બધા ડરે છે કોઈ મદદ કરતુ નથી : યુક્રેનના રાષ્ટ્રપતિ

- Advertisement -

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે તેઓ રશિયા સામે લડવા માટે એકલા પડી ગયા છે. ઝેલેન્સ્કીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયન સેના યુક્રેનમાં ઘૂસી ગઈ છે અને યુક્રેનની રાજધાની કિવની એકદમ નજીક પહોંચી ગઈ છે. રશિયન ફાઈટર જેટ યુક્રેનના શહેરોમાં બોમ્બમારો કરી રહ્યા છે. યુએસએ યુક્રેનમાં સૈનિકો મોકલવાનો ઇનકાર કરી દીધો છે. અને નાટો દેશોએ પણ યુક્રેનની મદદ માટે સૈનિકો મોકલવાનો હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

- Advertisement -

સીએનએનની ખબર અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું- મેં યુરોપના 27 નેતાઓ સાથે વાત કરી અને પૂછ્યું કે શું યુક્રેન નાટોમાં હશે? મેં સીધો પ્રશ્ન પૂછ્યો. દરેક ભયભીત છે, કોઈ જવાબ આપતું નથી. ઝેલેન્સકીએ કહ્યું કે આજે આપણે જે સાંભળી રહ્યા છીએ તે રોકેટ વિસ્ફોટ, લડાઈ અને વિમાનોની ગર્જના નથી, પરંતુ વિશ્વ સાથે રશિયાના સંબંધોને સમાપ્ત કરવા માટેના લોખંડના પડદાનો અવાજ છે.

બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને પણ પુતિનને આક્રમક ગણાવ્યા છે પરંતુ યુક્રેનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ના પાડી દીધી છે. તે જ સમયે, યુક્રેનને નાટો દેશો તરફથી કોઈ મદદ મળી રહી નથી.એવું માનવામાં આવી રહ્યું છે કે આજે રશિયાનું સંપૂર્ણ ધ્યાન યુક્રેનની રાજધાની કિવ પર કેન્દ્રિત થવાનું છે. રશિયન સેના કિવને તેના નિયંત્રણમાં લેવા માટે બનતા તમામ પ્રયાસ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular