Monday, December 23, 2024
Homeરાજ્યધ્રોલ નગરપાલિકાના બજેટની સામાન્ય સભા રદ કરવા વિરોધ પક્ષના નેતાની માંગ

ધ્રોલ નગરપાલિકાના બજેટની સામાન્ય સભા રદ કરવા વિરોધ પક્ષના નેતાની માંગ

- Advertisement -

ધ્રોલ નગરપાલિકા સામાન્ય સભા તા. 25 ફેબ્રઆરીના રોજ યોજાનાર છે. પરંતુ સરકારના નિયમ મુજબ સામાન્ય સભા પહેલા સભ્યને એજન્ડા 7 દિવસ પહેલા મળવો જોય અને જો ખાસ કિસ્સામાં જરૂરિયાત ઉભી થાય તો 3 દિવસ પહેલા સભ્યને એજન્ડા મળવો જોય પરંતુ ધ્રોલ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સભ્યને પૂર્વ તૈયારી કે બજેટ કે એજન્ડાનો અભ્યાસ કરવા ન મળે તે માટે તાત્કાલિક ખાસ સભા બોલવવા આવી હોવાનું વીરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું. ધ્રોલ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવતા ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કલ્પેશ હડીયેલે રાજ્યના મુખ્યમંત્રી અને શહેરી વિકાસ વિભાગ તેમજ પ્રાદેશિક કમીશનર રાજકોટને પત્ર લખી ધ્રોલ નગરપાલિકાની તા 25 ના યોજાનાર સામાન્ય સભા રદ્દ કરવા માંગ કરી છે. સરકારના નિયમ મુજબ સામાન્ય સભા પહેલા સભ્ય ને એજન્ડા 7 દિવસ પહેલા મળવો જોય અને જો ખાસ કિસ્સામાં જરૂરિયાત ઉભી થાય તો 3 દિવસ પહેલા સભ્યને એજન્ડા મળવો જોય પરંતુ ધ્રોલ ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા સભ્યને પૂર્વ તૈયારી કે બજેટ કે એજન્ડા સમજવા કે અભ્યાસ કરવા ન મળે માટે તાત્કાલિક ખાસ સભા બોલવવા આવી છે જેમાં 15 સભ્યને ફક્ત 2 દિવસ પહેલા એજન્ડા આપવામાં અવ્યો છે. જેથી અમને બજેટ સમજવાનો મોકો ન મળે માટે સામાન્ય સભા રદ કરી 7 દિવસ સમય આપવામાં આવે. તેમજ આ સામાન્ય સભા રદ કરવામાં નહિ આવે તો કોર્ટમાં જવાની પણ ચીમકી ઉપચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular