જામનગર શહેરમાં છ માસથી નેગોશીયબલના ગુનામાં નાસતા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરની અદાલતમાં નેગોશીયબલના ગુનામાં છ માસની સજા થયેલો ઈરફાન અબ્દુલ ગફાર લખનાર (રહે. પાંચહાટડી) નામનો શખ્સ નાસતો ફરતો હતો અને આ શખ્સને છ માસની સાદી કેદની સજા ફરમાવવામાં આવી હતી. નાસતા ફરતા ઈરફાન અંગેની એસઓજીના અરજણ કોડિયાતર, ચંદ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસવડા નિતેશ પાંડેય ની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. વીંછી તથા સ્ટાફે સુભાષ માર્કેટ સર્કલ પાસેથી ઈરફાનને ઝડપી લઇ સીટી એ ડીવીઝનમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.