જામનગર શહેર અને જિલ્લામાં હાલ લગ્નગાળાની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે અને કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન જામનગર શહેરમાં મોડી રાત સુધી ડીજે સીસ્ટમ વગાડી જાહેરનામાનો ભંગ કરતા સાત શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં લગ્નગાળાની સીઝન ચાલી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન અંતર્ગત જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવા માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. દરમિયાન બુધવારે રાત્રિના સમયે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોડીરાત સુધી ડીજે સાઉન્ડ સીસ્ટમ વગાડતા લોકો સામે કાર્યવાહી અંતર્ગત બેડેશ્ર્વર વિસ્તારમાં અજય ધીરુ સવાસડિયા, ધરારનગર વિસ્તારમાં ભરત વેરશી ચારોલા, મહાપ્રભુજીની બેઠક પાસે શ્રીજી સોસાયટીમાં કાનજી ધનજી પરમાર, ધરારનગર -2 માં માનવ પાર્ટી પ્લોટમાં દિપક શાંતિ કણઝારિયા, ધરારનગર-2 માં હુશેની ચોક વિસ્તારમાં મુસાઈ દરજા ઓસમાણ ગની કમોરા, એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં સાગર ચના મકવાણા અને દિગ્જામ સર્કલ પાસે ગણપતિનગરમાં સંજય રમેશ પરમાર સહિતના સાત શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.