જામનગર તાલુકાના શેખપાટ નજીક આવેલી હોટલે એકટીવા લઇને ચા પીવા આવેલા ગ્રાહકે હોટલ સંચાલકના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને નાશી ગયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના શેખપાટ નજીક રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલની બાજુમાં આવેલી કનૈયા કાઠીયાવાડી હોટલે બુધવારે રાત્રિના સમયે સફેદ કલરના એકટીવાનો ચાલક ચા પીવા આવ્યો હતો અને કાઉન્ટર ઉપર બેસેલા રમેશભાઈ ચાવડાને ચા આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ તરત જ એકટીવા ચાલકે રમેશભાઈના હાથમાં રહેલો રેડ મી નોટ 10 મોબાઇલ ઝુંટવીને ગણતરીની સેંકડોમાં જ નાશી ગયો હતો. ત્યારબાદ રમેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો બી.એન. ચોટલિયા તથા સ્ટાફે એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.