જામનગર મહિલા આઇ.ટી.આઇ.ખાતે તા. 10 તથા 11 ના રોજ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ક્ષેત્રીય લોકસંપર્ક બ્યુરો કચ્છ-ભુજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતની આઝાદીને ઉજાગર કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જામનગર મહિલા આઇ.ટી.આઇ.ખાતે તાલીમ લઈ રહેલ 280 તાલીમાર્થીનીઓ માટે વિવધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 170 તાલીમાર્થીનીઓએ સહભાગી થઈ આઝાદીના લડવૈયાઓને આદરાંજલી અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં શહેરના CDHO ભારતીબેન ધોળકિયા, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ગાયનેક વિભાગના હેડ ડો.શિલ્પાબેન, દહેજ પ્રોહિબિશન ઓફિસર સોનલબેન મહેતા, જિલ્લા રોજગાર અધિકારી સરોજબેન સાંડપાં, જામનગર ITI ના નોડલ ઓફિસર એમ.એમ.બોચિયા, કારકિર્દી માર્ગદર્શન માટે જયેશભાઈ વાઘેલા, SBI બેક મેનેજર પિયુષભાઈ ભટ્ટ, એક્સ્ટ્રુઝનમાંથી મિલનભાઈ ત્રિવેદી, જામનગર સિટી મહિલા ITI ના આચાર્ય જીગ્નેશકુમાર વસોયા તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરોમાંથી કે. આર. મહેશ્વરી વિગેરે મહેમાનોએ ઉપસ્થિત રહી તાલીમાર્થીનીઓને ભારતની આઝાદી સમયના લડવૈયાઓની ઝાંખી કરાવી, કોરોના અવરનેસ તેમજ કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેએ આઝાદીમાં લડત આપેલ સ્વાતંત્ર સેનાનીઓના એકઝીબિશનને પણ નિહાળ્યું હતું. તેમજ સ્પર્ધામાં વિજેતા તાલીમાર્થીનીઓને ફિલ્ડ આઉટરીચ બ્યુરો ભુજ તેમજ મહિલા આઈ.ટી.આઈ.જામનગરની આઈ.એમ.સી. સોસાયટી તરફથી ઇનામોની વહેચણી કરવામાં આવી હતી.