રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુના નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે. શુક્રવાર તા.11થી નવા નિયમો લાગુ થશે. જેમાં રાત્રી કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોરકમિટી માં લેવાયેલા નિર્ણય અનુસાર હવે 11 ફેબ્રુઆરીથી રાજ્યના માત્ર 8 મહાનગરો માં આગામી 18 ફેબ્રુઆરી 2022 સુધી દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે. કોરોનાનું સંક્રમણ ઘટતા અન્ય 19 શહેરો માંથી રાત્રી કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો છે.
8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર માં આવતીકાલથી રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.
દુકાનો તથા અન્ય ધંધાકીય એકમો 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
હોટેલ અને રેસ્ટોરન્ટ 75% ક્ષમતા સાથે 11 વાગ્યા સુધી ખોલી શકાશે. હોમ ડીલીવરીની સેવાઓ 24 કલાક ચાલુ રાખી શકાશે.
રાજ્યમાં તમામ પ્રકારના સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિઓ) એકત્રિત થઇ શકશે.
ખુલ્લી જગ્યામાં માત્ર 300 લોકોની મર્યાદામાં યોજી શકાશે. જ્યારે ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
જિમ, સિનેમા, વોટરપાર્ક, લાઇબ્રેરીમાં બેઠક ક્ષમતાના 50 % લોકોને જ મંજૂરી આપી શકાશે. ઓડિટોરિયમ કે એસેમ્બ્લી હૉલમાં પણ બેઠક ક્ષમતાના 50 % લોકોને મંજૂરી મળશે.
જાહેર બાગ–બગીચા રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.