Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયત્રીજી લહેર બાદ વધુ એક રાહત પેકેજની તૈયારી

ત્રીજી લહેર બાદ વધુ એક રાહત પેકેજની તૈયારી

અર્થતંત્રને દોડાવવા મોદી સરકારમાં વિચારણા શરૂ : અગાઉ જાહેર કરાયેલાં પેકેજ અને યોજનાઓની મુદ્ત લંબાવવામાં આવશે

- Advertisement -

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે અર્થતંત્રમાં વેગ લાવવા અને ગરીબોને મદદ કરવા માટે કેન્દ્ર સરકાર વધુ એક રાહત પેકેજ લાવી શકે છે. આ બાબતને લઇને ચર્ચા-વિચારણા શરૂ થઇ ચૂકી છે. બે ટોચના સરકારી અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નવા રાહત પેકેજમાં એ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષાવાળી યોજનાઓને આગળ વધારશે જે આવતા મહિનાઓમાં સમાપ્ત થવાની છે. આ અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો કોરોનાની વર્તમાન લહેર ખતરનાક બને અને અર્થતંત્રની સાથે આજીવિકા ઉપર પણ અસર પડતો વધુ મજબૂત પ્રોત્સાહન પેકેજ પર વિચાર થઇ શકે છે. આ પ્રોત્સાહન પેકેજ એવા સમયમાં વિચાર થાય છે કે જ્યારે હાલમાં જ બજેટ રજુ થયું છે. એક અધિકારીએ કહ્યું હતું કે બજેટ એક વાર્ષિક અભ્યાસ હોય છે.

- Advertisement -

આનો અર્થ એ નથી કે સમર્થન આપતા વધારાના પગલા નહિ લેવાય. સરકાર સમગ્ર વર્ષ મજબુત વિકાસ માટે હરસંભવ પ્રયાસ કરશે. અધિકારીઓનું કહેવું છે કે, 2022નું બજેટ તૈયાર કરતી વખતે એ ધારણા હતી કે બીજી લહેર નહિ આવે પણ એ ધારણા ખોટી સાબિત થઇ અને જુનમાં પેકેજ જાહેર કરવું પડયું. કોરોનાની આર્થિક અસરો ઓછી કરવા માટે સરકારે અનેક પગલા લીધા છે. જેમાં મનરેગા, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને કીફાયતી ઘરો પર મદદ જેવી યોજનાઓ હતી. એક અન્ય અધિકારીના કહેવા મુજબ આમાંથી કેટલીક યોજનાનો ગાળો લંબાવાશે. સાથે જ મનરેગાને મળતા ફંડને વધારાશે. કોરોનાકાળમાં જાહેર થયેલી પ્રતિ વ્યકિત પ કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પ્રતિ મહિને મળતી યોજના માર્ચમાં પુરી થાય છે. આ સિવાય મધ્યમ વર્ગ માટે સસ્તા ભાવે ઘર ખરીદવા પર અપાતી ક્રેડિટ લિંકડ સબસીડી યોજના પણ 31 માર્ચે પુરી થઇ રહી છે. 26 માર્ચ 2020ના રોજ 1.7 લાખ કરોડની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જાહેર થઇ હતી. 27 માર્ચ 2020ના રોજ રિઝર્વ બેંકે રેપો રેટમાં 75 પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. 3 મહિનાનું મોરેટોરિયમ પણ અપાયું હતું. 16 – 17 મેના રોજ 20 લાખ કરોડનું પેકેજ જાહેર થયું હતું. 28 જુન 2021ના રોજ બીજા રાહત પેકેજ હેઠળ 6.3 લાખ કરોડનું પેકેજ જાહેર થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular