Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોનાની ત્રીજી લહેર રિવર્સ ગિઅરમાં

કોરોનાની ત્રીજી લહેર રિવર્સ ગિઅરમાં

એક મહિના બાદ નવા પોઝિટીવ કેસનો આંકડો એક લાખથી નીચે : બે દિવસમાં 44,000 કેસ ઘટયા : મોતનો આંકડો પણ ઘટવા લાગ્યો : રિકવરી દર ઉંચકાયો

- Advertisement -

કોરોના મહામારીથી મુકિતના દિવસો પાછા ફરી રહ્યા હોવાના નિર્દેશો મળી રહ્યા છે. દેશમાં કોરોના સંકટ વચ્ચે આજે રાહતના સમાચાર મળ્યા છે. આજે કોરોનાના કેસની સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે અને સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. દેશમાં ત્રીજી લહેરના વળતા પાણી જણાય રહ્યા છે. એક મહિના બાદ 1 લાખથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 83876 નવા કેસ નોંધાયા છે. આ દરમ્યાન 895 લોકોના મોત થયા છે. 24 કલાકમાં 1,99,054, દર્દી સાજા થયા. હવે દેશમાં 11 લાખ જ એકટીવ કેસ છે જેનો દર 2.62% છે. જો રીકવરી રેટની વાત કરીએ તો તે 96.19 ટકા છે. અત્યાર સુધીમાં 4,06,60,202 લોકો સાજા થયા છે.

- Advertisement -

દેશમાં હવે કોરોનાની ઝડપ ઘટી ગઈ છે. આજે કોરોનાના નવા કેસ એક લાખથી ઓછા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 83 હજાર 876 નવા કેસ સામે આવ્યા છે, જો કે આ દરમિયાન 895 લોકોના મોત થયા છે. જયારે 1 લાખ 99 હજાર 54 લોકો સાજા થયા છે. આ સાથે, કોરોનાની સકારાત્મકતા દર હવે ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે. કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે દેશમાં કુલ એકિટવ દર્દીઓની સંખ્યા વધીને 11 લાખ 8 હજાર 938 થઈ ગઈ છે.

જયારે આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 5 લાખ 2 હજાર 874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ જયાં કોરોનાના નવા કેસોમાં દ્યટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અત્યાર સુધીમાં 169 કરોડનું રસીકરણ કરવામાં આવ્યું છે. શનિવારે કોરોના ચેપના 1 લાખ 07 હજાર 474 નવા કેસ નોંધાયા હતા અને 865 લોકોના મોત થયા છે. એટલે કે નવા કેસોમાં લગભગ 24,000નો ઘટાડો થયો છે. હાલમાં દેશમાં કુલ એકિટવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા દ્યટીને 11.01 લાખ થઈ ગઈ છે. દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 4.22 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચુકયા છે. દેશમાં કોરોના પર એક નજર: કુલ કોરોના કેસ: 4.22 કરોડ, કુલ રિકવરી: 4.06 કરોડ, કુલ મૃત્યુ: 5.02 લાખ થી ઓછા થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular