Sunday, January 12, 2025
Homeરાજ્યજામનગરજામનગરના મહિલા પીએસઆઇ સહિત રાજ્યના 51 પીએસઆઇની બદલી

જામનગરના મહિલા પીએસઆઇ સહિત રાજ્યના 51 પીએસઆઇની બદલી

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ફરજ બજાવતાં 51 બિનહથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં જામનગરમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇની ભરુચ ખાતે બદલી અને કચ્છમાં ફરજ બજાવતાં પીએસઆઇની જામનગર ખાતે બદલી કરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં જુદા જુદા સ્થળોએ ફરજ બજાવતાં બિનહથિયારધારી 51 પોલીસ સબ ઇન્સ્પેકટરોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ બદલીના આદેશમાં જામનગર શહેરમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ આહિર વૈશાલી અરશીભાઇની ભરુચ ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ કચ્છ-પશ્ર્ચિમ ભુજમાં ફરજ બજાવતાં સોઢા જયપાલસિંહ પ્રદીપસિંહની જામનગર નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે મહેસાણામાં ફરજ બજાવતાં વાંઝા દેવ નારણભાઇને દેવભૂમિ દ્વારકા ખાતે મુકવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular