ગુજરાતમાં કોરોનાના વધી રહેલા સંક્રમણના પરિણામે શાળાઓ બંધ કરવામાં આવી છે. આજે રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે 5 ફેબ્રુઆરી બાદ નિર્ણય લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાં હજુ 5 ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શાળાઓ ફરી ખોલવાની માંગ ઉઠી રહી હતી. પરંતુ હજુ 5 ફેબ્રુઆરી બાદ જ શાળાઓ ખોલવી કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે.
ત્યારે આજે રોજ શિક્ષણમંત્રીએ પણ જણાવ્યું હતું કે રાજ્યની તમામ સ્કૂલોમાં બાળકોની સલામતી તથા સુરક્ષા અંગેની પૂરતી વ્યવસ્થા કર્યા પછી જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. સરકાર માટે બાળકોની સુરક્ષા સૌથી પહેલી પ્રાયોરિટી છે અને તે મુદ્દે કોઈ સમાધાન નહીં કરાય.