Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર-કાલાવડ હાઇવે ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મોત

જામનગર-કાલાવડ હાઇવે ઉપર બે બાઇક વચ્ચે અકસ્માતમાં પ્રૌઢનું મોત

શનિવારે સવારના સમયે અકસ્માત : પોલીસ દ્વારા બાઇક ચાલકની શોધખોળ

- Advertisement -

જામનગર-કાલાવડ હાઇવે રોડ ઉપર સપડા પાટીયાથી મોડપર તરફ જતાં માર્ગ પરથી પૂર ઝડપે બેફિકરાઇથી આવતાં મોટર સાયકલના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં અકસ્માતમાં પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું છે. પોલીસ દ્વારા મોટર સાઇકલ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના સોઇઠા ગામે રહેતાં જયસુખભાઇ દેવાયતભાઇ વિરડા(ઉ.વ.55)નામના પ્રૌઢ તેના જીજે.10.એઆર.7397 નંબરના બાઇક પર શનિવારે સવારના સમયે જામનગર કાલાવડ હાઇ-વે રોડ પર સપડા પાટીયાથી મોડપર તરફ જતાં માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે.03.બીએચ.3733 નંબરના બાઇક ચાલકે બાઇકને ટકકર મારી હડફેટમાં લઇ લેતાં ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. જે અકસ્માતમાં જયસુખભાઇને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓનું મૃત્યુ થયું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઇ વિરડાએ પોલીસને જાણ કરતાં પંચ-એ ડિવિઝનના પીએસઆઇ જે.કે.રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ બાઇકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular