Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયમન કી બાતમાં મોદીએ કહ્યુ, તમારા પરિવાર અને બાળકોને નેશનલ વોર મેમોરિયલની...

મન કી બાતમાં મોદીએ કહ્યુ, તમારા પરિવાર અને બાળકોને નેશનલ વોર મેમોરિયલની મુલાકાતે લઈ જાઓ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. 2022માં ‘મન કી બાત’નો આ પહેલો એપિસોડ હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું- આજનો દિવસ બાપુના શિક્ષણને યાદ કરવાનો દિવસ છે.
મોદીએ વધુમા કહ્યુ કે, આપણે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની અમર જવાન જ્યોતિ અને નજીકના નેશનલ વોર મેમોરિયલને મર્જ કરવામાં આવ્યા હતા. આ ભાવનાત્મક અવસર પર શહીદોના પરિવારોની આંખોમાં આંસુ હતા. મોદીએ વધુમાં કહ્યુ હતુ કે, એક બદલાવ જે તમે જોયો જ હશે, હવે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 23મી જાન્યુઆરીથી શરૂ થશે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તે 30 જાન્યુઆરી સુધી એટલે કે ગાંધીજીની પુણ્યતિથિ સુધી ચાલશે.

- Advertisement -

19 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ માટે તેમના સૂચનો અને મંતવ્યો રેકોર્ડ કરવા કહ્યું હતું. આજે મન કી બાત દરમ્યાન તેમણે બાળકોએ મોકલેલા પત્રો વાંચ્યા. પીએમ મોદીએ કહ્યું કે એક કરોડથી વધુ બાળકોએ મને તેમની મન કી બાત લખીને મોકલી છે. તે દેશ-વિદેશથી આવ્યા છે. તેમાથી ઘણાં પત્રો વાંચવાનો પ્રયત્ન કર્યો છે.

ગુવાહાટીથી રિદ્ધિમાએ લખ્યું છે કે તે આઝાદીના 100માં વર્ષમાં એવું ભારત જોવા માંગે છે, જે વિશ્વનો સૌથી સ્વચ્છ દેશ, આતંકવાદથી મુક્ત, 100 ટકા સાક્ષર હોય. મોદીએ કહ્યુ કે, હું કહું છું કે આપણી દીકરીઓ જે સપના જુએ છે તે સાકાર થાય જ છે. જો યુવા પેઢી એક ધ્યેય સાથે કામ કરશે તો ભારત ઈચ્છે તેવું બનશે.

- Advertisement -

મોદીએ કહ્યું કે હું મારા યુવાનોને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, હવે વિચારો કે તમે એક સમયે કેટલા Push-ups કરી શકો છો. હું જે કહેવાનો છું તે તમને ચોક્કસ આશ્ચર્યથી ભરી દેશે. મણિપુરના 24 વર્ષીય યુવક થૌનાઓજમ નિરંજોય સિંહે એક મિનિટમાં 109 Push-upsનો રેકોર્ડ બનાવ્યો છે.

ભારત કોરોનાની નવી લહેર સામે લડી રહ્યું છે. સાડા ચાર કરોડ બાળકોએ વેક્સિન લઈ લીધી છે. 15 થી 18 વર્ષની વયના લગભગ 60 ટકા કિશોરોએ વેક્સિનેશન કરાવ્યું છે. તેનાથી યુવાનોની સુરક્ષા થશે અને તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે. 20 દિવસમાં એક કરોડ લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. વેક્સિન પર દેશવાસીઓનો ઘણો વિશ્વાસ મોટી તાકાત છે. લોકો સુરક્ષિત રહે, આર્થિક ગતિવિધિઓની ગતિ જળવાઈ રહે. મોદીએ કહ્યુ કે, હું મન કી બાતમાં કેટલીક વાતો કહ્યા વગર રહી શકતો નથી. સ્વચ્છતા અભિયાન, સિંગલ યુઝ પ્લાસ્ટિક વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અભિયાન આપણે જ આગળ વધારવાનું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular