Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબા નું નિધન

જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબા નું નિધન

લાંબી સારવાર બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ : જામસાહેબે પાઠવી શ્રધ્ધાંજલિ : શૈક્ષણિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે સતત સક્રિય હતા

- Advertisement -

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટાબહેન હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતાં. જામનગરના રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ તેમના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી રાજવી પરિવારના હર્ષદકુંવરીબા ઘણા લાંબા સમયથી બિમાર હતા. મલ્ટીઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમને સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

- Advertisement -

હર્ષદકુંવરીબાના નિધનથી જામનગરના રાજવી પરિવાર તથા નિકટના વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. તેઓ સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ સક્રિયા હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વરસોથી સંકળાયેલા રહ્યા હતા. આ ઉપરાંત જામનગરના શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર સત્યસાઇ શૈક્ષણિક સંસ્થામાં પણ તેઓ કર્તાધર્તા હતા. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આ માટે તેઓ સતત ચિંતિત રહેતા હતા. છેલ્લા ઘણા લાંબા સમયથી તેઓ બિમાર હતા. પ્રથમ તેમને જામનગરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular