Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજવંદન

જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ધ્વજવંદન

- Advertisement -

જામનગરની જિલ્લા પંચાયત ખાતે આજે પ્રજા સત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા દ્વારા ધ્વજવંદન કરી અને ઉદબોધનમાં રાષ્ટ્રના 73 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અવસરે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોનાં અધિકરીઓ, સદસ્યઓ તેમજ ઉપસ્થિત કર્મચારી ભાઈઓ-બહેનો ને પ્રજાસતાક પર્વ ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને માતૃભૂમિની રક્ષા જે બલિદાનો આપનારા વીર જવાનોની શહાદત ને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું.

- Advertisement -

ભારતનાં લોકતાંત્રિક ઈતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. પરમ વંદનીય ડો. આંબેડકરએ રચેલા ભારતનાં બંધારણ ની જોગવાઈઓનો તા. 26 જાન્યુઆરી 1950 થી અમલ થતાં આપણો દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક દેશ બન્યો. આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટા લોકતંત્ર તરીકે ભારતની ગણના થાય છે જે આપણા માટે ગૌરવ સમાન છે. મિત્રો આજે જયારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે. ત્યારથી નાના ગામથી લઈ તાલુકા જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે દરેક ક્ષેત્રમાં વિકાસનાં કાર્યો ખૂબ જ ઝડપથી થઈ રહયા છે. તાજેતરમાં કોરોના જેવી મહામારી સામે લડવા માટે દેશનાં100 કરોડ થી વધુ નાગરીકોને વેકશન આપવામાં આવી છે. જે સમગ્ર વિશ્વમાં ભારતની નોંધપાત્ર સિધ્ધિ છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખુબજ ટૂંકાગાળામાં ઝડપી અને સંવેદનશીલ નિર્ણયો લઈ રાજ્યના વિકાસનાં 2થને સતત વેગ આપ્યો છે.

- Advertisement -

જિલ્લા પંચાયતનાં કાર્યક્ષેત્રની વાત કરીએ તો આ જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા છેવાડાના માનવીને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સમયસર મળી રહે, ગ્રામ્ય વિસ્તાર ની જનતાના આરોગ્ય, શિષ્ણ, ખેતીવાડી ને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે ખુબજ જરૂરી છે. અને તે માટે જિલ્લા પંચાયતનાં માધ્યમ ધ્વારા આ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ કર્મચારીઓને સાથે મળીને કામ કરવાની તક મળી છે ત્યારે આ જિલ્લાના સર્વાંગી વિકાસમાં રચનાત્મક અભિગમ સાથે મહત્વપૂર્ણ યોગદાન આપતા રહેશું.તેવો સંકલ્પ કરીએ જે ખરા અર્થમાં આજના આ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાર્થક બની રહેશે તેમ હું માનું છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular