Thursday, December 26, 2024
Homeરાજ્યવાડિનારના મહિલા સરપંચ અને તેમના પતિ દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા

વાડિનારના મહિલા સરપંચ અને તેમના પતિ દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા

કામમાં અડચણ નહીં કરવા રૂા.4 લાખ રોકડા અને પાંચ મોબાઇલ પણ માંગ્યા હતાં

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વાડિનાર ગ્રામપંચાયતના મહિલા સરપંચ અને તેમના પતિને રૂપિયા દોઢ લાખની લાંચ લેતાં રંગેહાથ દબોચી લેવામાં આવ્યા છે. આઇઓસીની બ્રાઉન્ડ્રી વોલના કામમાં અડચણ નહીં કરવા માટે રૂા.4 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -

ખંભાળિયાના વાડિનારમાં આઇઓસીની સાઇટ ડેવલોપમેન્ટ તથા કમ્પાઉન્ડ વોલનું કામ કરનાર ક્રોન્ટ્રાકટર પાસે આ કામમાં અડચણ નહીં કરવા માટે વાડિનાર ગ્રામપંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનુ અબ્બાસભાઈ સંઘારના પતિ ડો.અબ્બાસભાઇ સંઘારે રૂા.4 લાખ ઉપરાંત બે આઇફોન, બે સેમસંગ અને એક નોકિયા સહિત પાંચ મોબાઇલ ફોન આપવાની તથા અન્ય ઘરવખરીનો સામાન આપવાની માંગણી કરી હતી.જે સામે કોન્ટ્રાકટરે અગાઉ રૂા. 50 હજાર આપી દીધા હતાં. જયારે બાકીની સાડા ત્રણ લાખની રોકડ અને મોબાઇલ ફોન રાજકોટમાં આપવાનો વાયદો કર્યો હતો. દરમ્યાન કોન્ટ્રાકટરે આ અંગે રાજકોટ શહેર એસીબીમાં સંપર્ક કરી લાંચની માંગણી અંગે ફરિયાદ નોંધાવતા એસીબીના ઇન્સ્પેકટર મયુરધ્વજસિંહ સરવૈયા તથા તેમના સ્ટાફે ગઇકાલે મંગળવારે છટકું ગોઠવ્યું હતું. જે અંતર્ગત મહિલા સરપંચ અને તેમના પતિને રાજકોટ બોલાવવામાં આવ્યા હતાં. જયાં લીમડાચોક પાસે સરોવર પોર્ટીકો હોટલમાં 4 લાખ પૈકી રૂપિયા દોઢ લાખની લાંચની રકમ સ્વિકારતા જ એસીબીએ ત્રાટકીને બંન્નેને દબોચી લીધા હતાં. લાંચ લેવા અંગે મહિલા સરપંચ અને તેમના પતિ સામે ગુનો નોંધી બંન્નેની અટકાયત કરવામાં આવી છે. આ સફળ ટ્રેપ રાજકોટ એસીબી એકમના સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક એ.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular