Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરોના કોવિડ ટેસ્ટ

જામનગરના એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરોના કોવિડ ટેસ્ટ

ગ્રામ્ય કરતા શહેરમાં સંક્રમણ અનેકગણુ ઝડપી : હોસ્પિટલમાં સારવાર કરતાં હોમ આઇસોલેશનની સંખ્યા અનેકગણી : બીજી લહેર કરતાં સંક્રમણની ઘાતકતામાં ઘટાડો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની પીક નજીક આવતી જાય છે. તેમ તેમ પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ખાસ કરીને શહેરમાં કોરોનાનો સંક્રમણ ભયાનક સ્થિતિએ પહોંચી ગયું છે. જામનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણની ઝડપને ધ્યાનમાં રાખીને એસ.ટી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તથા જાહેર સ્થળોએ કોવિડ ટેસ્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં છેલ્લા બે સપ્તાહથી સંક્રમણ અનેકગણુ ઝડપી વકરી રહ્યું છે અને ચિંતાજનક રીતે પોઝિટિવ કેસોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં બીજી લહેર કરતાં પણ વધુ 17000 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા હતાં અને 10 લોકોના મોત નિપજ્યાં હતાં. જામનગર શહેર અને જિલ્લામાં પણ કોરોના સંક્રમણ ભયાનક રીતે આગળ વધી રહ્યું છે. સંક્રમિત થનારા લોકોની સંખ્યા વધતી જ જાય છે. તેમાં પણ ખાસ કરીને સંક્રમણની ઝડપ ગ્રામ્ય કરતાં શહેરી વિસ્તારોમાં અનેકગણી વધી છે. જો કે, ત્રીજી લહેરમાં રાહતરૂપ બાબત એ છે કે, મોટાભાગના પોઝિટિવ દર્દીઓની તબિયત સારી રહે છે અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાની જરૂર પડતી નથી. જેને કારણે હોસ્પિટલોમાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સારવાર લઇ સ્વસ્થ થઇ જાય છે.

- Advertisement -

જામનગર શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે સવારથી શહેરના એસ.ટી. ડેપો કોવિડ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ટીમ દ્વારા રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ પણ કોવિડ ટેસ્ટીંગ કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular