ભારતમાં કોરોનાની બીજી લહેર એટલે કે અપ્રિલ મહિનામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશના રીવાના ખેડૂત ધર્મજય સિંહ (ઉ.વ.50) કોરોના પોઝીટીવ આવ્યા હતા. અને સારવાર અર્થે તેઓને ચેન્નઇની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અપ્રિલ મહિનામાં પોઝીટીવ આવેલા આ દર્દીનું ત્રીજી લહેરમાં 11 જાન્યુઆરી 2022ના રોજ મોત નીપજ્યું છે.
ધર્મજય એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ થયા હતા. બાદમાં તેઓનું બ્લડપ્રેશર ડાઉન થતા આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા. તબિયત ન સુધરતા તેમને બ્રેન હેમરેજ થઈ ગયું. પરિણામે, વેન્ટિલેટર પર રાખવા પડ્યા. અને 18 મેના રોજ એર એમ્બ્યુલન્સથી ચેન્નઇ લઈ જવામાં આવ્યા ત્યારથી તેઓએ 254 દિવસ એટલે કે 8મહિના સુધી અહીં જ સારવાર લીધી લંડનથી ડોકટરો તેમનું મોનીટરીંગ કરતાં હતા. સારવારમાં દરરોજ લગભગ 3 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો, જેના માટે પરિવારે 50 એકર જમીન પણ વેચી નાખી. આ 8 મહિનાની સારવારમાં 8 મહિનાનો ખર્ચ થયો અને તેમના ફેફસા 100% સંક્રમિત હતા. દેશમાં કોરોનાની સૌથી લાંબી સારવાર બાદ મંગળવારના રોજ તેઓએ ચેન્નઇની જ હોસ્પિટલમાં દમ તોડ્યો.
ધર્મજય સિંહે સ્ટ્રોબેરી અને ગુલાબની ખેતીને વિંધ્યમાં વિશિષ્ટ ઓળખ અપાવી હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 26 જાન્યુઆરી 2021ના રોજ પીટીએસ મેદાનમાં આયોજિત મુખ્ય સમારંભમાં તેઓને સન્માનિત કર્યા હતા. અને કોરોનાકાળમાં લોકોની સેવા કરતી વખતે તેઓ સંક્રમિત થયા હતા.