જામનગર શહેરમાં હનુમાન ગેઈટ ચોકી નજીક રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-એચકે-0070 નંબરની કારના ચાલકે પોલીસથી બચવા માટે બેરીગેટ તોડી નાસવા જતા સમયે જયંત સોસાયટી નજીક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સ્કોર્પિયો કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતા આજુબાજુના વિસ્તારોમાં વીજળી સપ્લાય બંધ થઇ ગયો હતો અને અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાશી ગયા હતાં.
બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ કાર કબ્જે કરી નંબરના આધારે ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.