કોરાનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ખોડલધામના નરેશ પટેલ ઝૂક્યા છે. ગઇકાલે પાટોત્સવમાં લોકોને એકઠા કરવા કે નહીં એને લઇને ટ્રસ્ટીઓ અને નરેશ પટેલમાં અસંમજસ ચાલતી હતી. આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક યોજી હતી. બાદમાં તેમણે પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાટોત્સવના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં હવે 400 લોકોને એકઠા કરી મહાયજ્ઞ અને મહાઆરતી કરવામાં આવશે. સમાજના લોકો ઓનલાઈનના માધ્યમથી આ કાર્યક્રમો નિહાળી શકશે. 400 લોકોમાં ટઈંઙને આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ વર્ચ્યુઅલના માધ્યમથી નરેશ પટેલ સમાજ જોગ સંદેશ આપશે.
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પહેલા પાટોત્સવમાં લોકોને એકઠા કરીને મહાસભા સંબોધવાની હતી, પરંતુ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે એને મોકૂફ રાખવામાં આવી છે. સમાજની લાગણી માટે આગામી સમયમાં ગમે ત્યારે આ મહાસભા કરવામાં આવશે. જોકે પાટોત્સવને રદ કરવામાં આવ્યો નથી, પણ 400 લોકોની સંખ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિ થાળે પડે ત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવશે.