Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયહવે રેલવે સ્ટેશને પાન-આધારકાર્ડ બની શકશે

હવે રેલવે સ્ટેશને પાન-આધારકાર્ડ બની શકશે

દેશના 200 રેલવે સ્ટેશનો પર આપવામાં આવશે સુવિધા : ટેકસ અને જુદા-જુદા બિલ પણ ભરી શકાશે

- Advertisement -

ભારતભરના 200 રેલ્વે સ્ટેશનો પરના મુસાફરો ટૂંક સમયમાં જ તેમના મોબાઈલ રિચાર્જ કરી શકશે, વીજળીનું બિલ ચૂકવી શકશે, આધાર અને પાન કાર્ડ ફોર્મ ભરી શકશે અને રેલટેલ દ્વારા સ્થાપિત કરવામાં આવનાર કોમન સર્વિસ સેન્ટર કિઓસ્કની મદદથી ટેકસ પણ ચૂકવી શકશે. રેલટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના ’CSC C-ગવર્નન્સ સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ’અને ઈલેકટ્રોનિકસ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયની ભાગીદારીમાં શરૂ કરવામાં આવી છે. કિઓસ્ક ગ્રામ્ય સ્તરના સાહસિકો દ્વારા ચલાવવામાં આવશે.

- Advertisement -

CSC દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓમાં મુસાફરીની ટિકિટ બુકિંગ (ટ્રેન, હવાઈ, બસ વગેરે), આધાર કાર્ડ, મતદાર કાર્ડ, મોબાઈલ રિચાર્જ, ઈલેકિટ્રસિટી બિલ પેમેન્ટ, પાન કાર્ડ, ઈન્કમ ટેકસ, બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને અન્ય ઘણી બાબતોનો સમાવેશ થાય છે. નિવેદનમાં જણાવ્યું હતું. કિઓસ્કનું નામ છે ’રેલવાયર સાથી કિઓસ્ક’- Railwire   એRailTelના રિટેલ બ્રોડબેન્ડ સેવાનું બ્રાન્ડ નામ છે.

સૌ પ્રથમ, ઉત્તર પ્રદેશના વારાણસી સિટી અને પ્રયાગરાજ સિટી સ્ટેશનો પર રેલ્વે સાથી ઘ્લ્ઘ્ કિઓસ્ક પ્રાયોગિક ધોરણે કાર્યરત કરવામાં આવ્યા છે. નિવેદનમાં જણાવાયું છે કે સમાન કિઓસ્ક લગભગ 200 રેલ્વે સ્ટેશનો પર, મોટે ભાગે ગ્રામીણ વિસ્તારોમાં, તબક્કાવાર રીતે કાર્યરત કરવામાં આવશે. આમાંથી 44 દક્ષિણ મધ્ય રેલવે ઝોનમાં, 20 ઉત્તર સરહદ રેલવેમાં, 13 પૂર્વ મધ્ય રેલવેમાં, 15 પશ્ચિમ રેલવેમાં, 25 ઉત્તર રેલવેમાં, 12 પશ્ર્ચિમ મધ્ય રેલવેમાં, 13 પૂર્વ તટ રેલવેમાં છે. અને 56 નોર્થ ઈસ્ટર્ન રેલવેમાં છે.

- Advertisement -

રેલટેલના સીએમડી પુનિત ચાવલાએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ઈન્ફ્રાસ્ટ્રકચર/સંસાધનોની અછત તેમજ ઈન્ટરનેટ એકસેસ કરવા માટે જ્ઞાનની અછતને કારણે વિવિધ ઈ-ગવર્નન્સ સેવાઓનો લાભ લેવામાં અથવા ડિઝિટાઈઝેશનનો લાભ લેવામાં દ્યણી વાર મુશ્કેલી પડે છે. આ Railwire Sathi Kiosks આ આવશ્યક ડિજિટલ સેવાઓને ગ્રામીણ રેલવેમાં લાવશે. RailTel એ 6,090 સ્ટેશનો પર સાર્વજનિક Wi-Fi (બ્રાન્ડ નેમ ‘Railwire’ હેઠળ) પ્રદાન કરીને વિશ્વના સૌથી મોટા સંકલિત ઠશ-ઋશ નેટવકર્સમાંનું એક બનાવ્યું છે. તેમાંથી 5,000 ગ્રામીણ વિસ્તારોમાં છે. સ્ટેશનો પર આ હાલની ઈન્ફ્રાસ્ટ્રકચરનો ઉપયોગ કરીને, રેલટેલ, CSC સાથે ભાગીદારીમાં, ગ્રામિણ વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાની યોજના ધરાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular