Wednesday, December 25, 2024
Homeરાજ્યખંભાળિયાના મોવાણ ગામે વૃદ્ધને મારી નાખવાની ધમકી

ખંભાળિયાના મોવાણ ગામે વૃદ્ધને મારી નાખવાની ધમકી

અજાણી મહિલાઓ સહિત ત્રણ સામે ફરિયાદ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા ધાનાભાઈ ભાયાભાઈ ગોજીયા નામના 72 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ જઈ રહ્યા હતા, ત્યારે આ વિસ્તારમાં રહેતા ભુરાભાઈ દેવીપુજક તેમના માલઢોર ધાનાભાઈના શેઢા ઉપર ચરાવી રહ્યા હતા.

- Advertisement -

જેથી ફરિયાદી ધાનાભાઈએ તેમના માલઢોર ચરાવવાની ના કહેતા ભુરાભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમને બિભત્સ ગાળો કાઢી, હાથમાં રહેલી લાકડી ધાનાભાઈ ગોજીયાને ફટકારી દીધી હતી. આ ઉપરાંત તેમની સાથે રહેલા બે અજાણ્યા મહિલાઓએ પણ તેમને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular