જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસને દિવસે વધી રહ્યું છે. આ સંક્રમણમાં કાલાવડ ગામમાં આવેલી બેંક ઓફ બરોડાના મહિલા કર્મચારીને કોરોના લક્ષણો જણાતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જેથી બેંકના તમામ કર્મચારીઓના પણ આરટીપીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યા છે અને બેંકને સેનેટાઈઝ કરવામાં આવી હતી. મહિલા કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સંક્રમણ વધુ ન વકરે તે માટે બેંક બંધ રાખવામાં આવી છે.