Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતએસ.ટી.ના ડિવિઝન કન્ટ્રોલર રૂા.10 હજારની લાંચ લેતા ઝડપાયા

એસ.ટી.ના ડિવિઝન કન્ટ્રોલર રૂા.10 હજારની લાંચ લેતા ઝડપાયા

સહકર્મચારીની ખાતાકીય તપાસમાં ઓછો દંડ કરવા માટે લાંચ માંગી હતી

- Advertisement -

વલસાડ જિલ્લાના એસટી વિભાગીય કચેરીના વિભાગીય નિયામકમાં ડીવીઝનલ કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફરિયાદી તથા સહકર્મચારીની ખાતાકીય તપાસમાં ઓછામાં ઓછો દંડ કરવા માટે રૂા.10 હજારની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ફરિયાદીને ખાતાકીય કેસની પતાવટ કરી ઓછામાં ઓછો દંડ લેવા માટે વલસાડ જિલ્લાના એસટી વિભાગીય કચેરીના વિભાગીય નિયામકમાં ડીવીઝનલ કન્ટ્રોલર તરીકે ફરજ બજાવતા આરોપી દિલીપકુમાર વાઘજીભાઇ ચૌધરીએ ફરિયાદીના પાંચ હજાર તથા સહકર્મચારીના પાંચ હજાર રૂપિયા મળી કુલ રૂા.10 હજારની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદના આધારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વલસાડ વિભાગ, વિભાગીય કચેરીમાં આવેલ ડી.સી. ની ચેમ્બરમાં એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આરોપી રૂા.10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતાં. એસીબી સુરતના મદદનીશ નિયામક એમ.પી. ગોહિલના સુપરવીઝન હેઠળ નવસારી એસીબીના પીઆઇ એન.કે. કામળિયા તથા સ્ટાફે આરોપી દિલીપકુમાર વાઘજીભાઇ ચૌધરીને 10 હજારની લાંચ લેતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular