Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયSBI બેન્કના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર

SBI બેન્કના કરોડો ગ્રાહકો માટે મહત્વના સમાચાર

- Advertisement -

દેશની સૌથી મોટી એસબીઆઈ બેંક દ્વારા તેને કરોડો ગ્રાહકોને નવા વર્ષમાં મોટી ભેંટ આપવામાં આવી છે. નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ બેન્કિંગ દ્વારા હવેથી 5લાખ રૂપિયા સુધીના Immediate Payment Service (IMPS) ટ્રાન્સફર કરવા પર ચાર્જ નહી લાગે. અગાઉ આ લીમીટ 2લાખ રૂપિયા સુધીની હતી. પરંતુ બ્રાંચથી IMPS ટ્રાન્સફર માટે ચાર્જ ચૂકવવો પડશે.

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ઓક્ટોબરમાં IMPS સર્વિસ અંગે મોટી જાહેરાત કરી હતી. જે હેઠળ હવે ગ્રાહકો એક દિવસમાં 5 લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકે છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ તેની લિમિટ 2 લાખ રૂપિયા સુધીની હતી. આ નવો નિયમ 1 ફેબ્રુઆરી 2022થી શરુ થશે. પરંતુ બ્રાંચ પર જઇને IMPS દ્વારા 2લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરવા માટે પહેલાથી જે ચાર્જ અમલમાં છે તે રહેશે.મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો યોનો એપથી 5લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરવા પર બેંક 1ફેબ્રુઆરીથી કોઈ ચાર્જ લેશે નહી.

SBIની વેબસાઈટ અનુસાર, IMPS દ્વારા રૂ. 2 લાખથી રૂ. 5 લાખની વચ્ચે પૈસા મોકલવા પર 20 રૂપિયા + GST ​હશે. આવતા મહિનાથી, જો ગ્રાહકો ફ્રી ટ્રાન્ઝેક્શનની મંથલી લિમિટને પાર કરે તો 20 રૂપિયાને બદલે 21 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે.

- Advertisement -

IMPS એટલે કે ઈમીડિએટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ જેના દ્વારા કોઈ પણ ખાતાધારકને ક્યાંય પણ પૈસા મોકલી શકાય છે.  તમે સપ્તાહના સાતેય દિવસ 24 કલાકમાં ગમે ત્યારે IMPS દ્વારા ગણતરીની પળોમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

Important news for millions of SBI Bank customers

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular