તાજેતરમાં જૂનાગઢમાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચેલેન્જ સ્ટેટ એકેડેમી દ્વારા યોજાયેલી ચોથી ઓપન ગુજરાત સ્ટેટ ચેમ્પિયન શીપ કોમ્પિટિશનમાં જામનગરના પાંચ વર્ષીય રિવાન છાંટબારે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી જામનગરનું ગૌરવ વધાર્યું છે, અને નગરના વામન કદના બાળ ખેલાડીએ રાજ્યભરમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પાંચ વર્ષીય રિવાને આજથી માત્ર ત્રણ મહિના પહેલાથી જ તેના કોચ સુમિત વલેરા પાસેથી તાલીમ મેળવી છે, અને ટૂંકા ગાળામાં જ તાલીમ લીધા પછી સર્વપ્રથમ કોમ્પિટિશનમાં હિસ્સો લઈને રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી લઈ નગરનું ગૌરવ વધાર્યું છે.