સમગ્ર રાજ્યમાં કોવીડ-19ની રસીની કામગીરી હાલસમગ્ર રાજ્યમાં પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે15 થી 18 વર્ષના તરૂણોને કોરોના પ્રતિરોધક રસીના ડોઝ આપી રક્ષિત કરવાની શરૂઆત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે.
જામનગર જીલ્લાનાં 6 તાલુકાઓમાં પણ જીલ્લાની સરકારી, અર્ઘ સરકારી તથા ખાનગી શાળાઓ મળી કુલ 206 શાળાઓમાંઆ રસીકરણ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત જોડીયા તાલુકાની સાંઇ સ્કુલ ખાતેથી જીલ્લા પંચાયત-જામનગરના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા દ્વારા તેમજ જામનગર તાલુકાનાં ઠેબા ગામની કે. જે. શાહ હાઈસ્કુલ ખાતેથી કલેકટર ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ભારતી ધોળકિયા તથા જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયાની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
પ્રથમ દિવસે જ જિલ્લાના કુલ 11189 તથા શહેરમાં 6 હજાર જેટલા તરૂણો મળી જામનગર શહેર-જિલ્લામાં કુલ 17000થી વધુ તરૂણોને કોરોના પ્રતિરોધક રસી આપી રક્ષિત કરવામાં આવ્યા છે.તા. 3-1-2022 થી 7-1-2022 સુધીમાં જીલ્લાના અંદાજે 48000 જેટલા 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપી રક્ષિત કરવા માટે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.