Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોનનું સંક્રમણ

જામનગર જિલ્લામાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોનનું સંક્રમણ

કોરોનાથી એક દર્દીનું મોત : તાન્ઝાનિયાથી આવેલા બે વ્યક્તિ ઓમીક્રોન પોઝિટિવ : શહેરમાં 8 અને જિલ્લામાં 14 મળી કુલ 22 કોરોના પોઝિટિવ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. વિદેશથી આવ્યા બાદ રાજ્યમાં પ્રથમ ઓમીક્રોન કેસ જામનગરમાં નોંધાયો હતો. ત્યારબાદ ઓમીક્રોન પોઝિટિવની સંખ્યા પણ કોરોનાની સાથે સાથે વધતી જાય છે. તાન્ઝાનિયાથી આવેલા બે વ્યક્તિઓના કોરોના પોઝિટિવ બાદ ઓમીક્રોન પરીક્ષણ પણ પોઝિટિવ આવ્યા હતાં. તેમજ જિલ્લામાં વધુ વ્યકિતનું કોરોનાથી મોત નિપજ્યું હતું.

- Advertisement -

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું છે અને વિશ્ર્વમાં દરરોજ અસંખ્ય લોકો કોરોનામાં સંક્રમિત થઈ રહ્યા છે. કોરોનાની સાથે સાથે ઓમીક્રોન વેરિએન્ટ પણ પ્રસરી રહ્યો છે અને વિદેશથી આવેલા આ વેરિએન્ટમાં પણ દરરોજ અસંખ્ય કેસો નોંધાય છે. જો કે, ગુજરાત રાજ્યમાં ઓમીક્રોનનો પ્રથમ પોઝિટિવ કેસ જામનગર શહેરમાં નોંધાયો હતો. ત્યારબાદ પોઝિટિવ વૃદ્ધના બે સગાવ્હાલાઓ પણ ઓમીક્રોન સંક્રમિત થયા હતાં અને હાલમાં જ તાન્ઝાનિયાથી આવેલા બે વ્યકિતઓનો કોરોના રિપોર્ટ થોડા દિવસ અગાઉ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ બન્ને કોરોના પોઝિટિવ દર્દીઓના ઓમીક્રોન પરીક્ષણ માટે મોકલેલા રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતાં.

જામનગર શહેર અને જિલ્લામાં ઓમીક્રોનની સાથે-સાથે કોરોના સંક્રમણ પણ સતત વધતું જાય છે. જેમાં 24 કલાક દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં 14 વ્યકિતઓના રિપોર્ટ પોઝિટિવ તથા શહેરના વિસ્તારમાં આઠ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જ્યારે શહેરમાં એક અને જિલ્લામાં ચાર દર્દીઓ સાજા થઈ ગયા હતાં. ઉપરાંત અહીંની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત નિપજ્યું હતું. આમ જિલ્લામાં 24 કલાક દરમિયાન22 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પાંચ દર્દીઓ સાજા થયા હતાં તથા એક દર્દીનું મોત નિપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular