Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપવા માગણી

કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપવા માગણી

જામનગર તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂા. 4 લાખ વળતર આપવાની માગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કટોકટીભર્યા સમયમાં કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકારે બેદરકારી અને અણઘડ વહીવટને કારણે હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેકશન, ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના 3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતાં. ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવારથી લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડયો. પશુઓને મનુષ્ય માટે રૂા. 50 હજાર વળતરના એક સમાન ધારા-ધોરણ જાહેર કરી સરકારે અસંવેદનશીલ સરકાર હોવાનું પુરવાર કર્યું છે. એક બાજુ સરકાર મોતના આકડા છૂપાવી સરકારી ચોપડે નોંધાયેલ મૃતકોની યાદી ગેજેટ મારફતે પ્રસિધ્ધ કરતી નથી. મૃતકના આધાર-પુરાવા તપાસી મરણ પ્રમાણપત્રમાં સુધારા કરવા જિલ્લા દીઠ નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવતી નથી. મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બિમારી લખી મૃત્યુઆંક છૂપાવી રહી છે. આથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ-1 પ્રમાણે કોરોના મૃતક પરિવારોને રૂા. 4 લાખની સહાય ચૂકવવા આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

આ તકે ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, જામનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, સહારાબેન મકવાણા, પ્રદિપસિંહ વાળા, કરણદેવસિંહ જાડેજા, યુસુફ ખફી, કલ્પેશ હડિયલ, પ્રહલાદસિંહ જાડેજા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular