Monday, December 23, 2024
Homeરાજ્યગ્રામ પંચાયતની મતગણતરીને લઇ આવતીકાલે ધ્રોલમાંગાંધીચોકથી ત્રિકોણબાગ સુધી વાહનવ્યવહાર માટે પ્રતિબંધ

ગ્રામ પંચાયતની મતગણતરીને લઇ આવતીકાલે ધ્રોલમાંગાંધીચોકથી ત્રિકોણબાગ સુધી વાહનવ્યવહાર માટે પ્રતિબંધ

- Advertisement -

ગ્રામ પંચાયતની ચૂંટણી-2021 અન્વયે હરધ્રોલ હાઈસ્કૂલ, ધ્રોલ ખાતે તા.21/12/2021ના રોજ મતગણતરીની કામગીરી થનાર છે. આ વિસ્તારમાં ચૂંટણી કામ સબબ પેટ્રોલિંગ મોબાઇલ વાહન, સરકારી/ખાનગી બસોની અવરજવર તથા ચૂંટણી લગત અન્ય કામગીરી થવાની હોય અને આ સમય દરમ્યાન ધ્રોલ નગરમાં ટ્રાફિક વધારે થતો હોય, કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જામનગર મિતેષ પી. પંડ્યા દ્વારા આવતીકાલ તા.21/12/2021ના સવારે 6:00 કલાકથી સાંજના 17:00 કલાકના સમયગાળા માટે ગાંધીચોક થી ધ્રોલ ત્રિકોણ બાગ સુધી તમામ વાહનોને પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

- Advertisement -

આ જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા વૈકલ્પિક રસ્તાઓ ઉપરથી વાહનોની અવરજવર થઇ શકશે. જેમાં ગાંધીચોક થી ત્રિકોણબાગ તથા રાજકોટ-પડધરી જવા માટે ગાંધી ચોકથી શાકમાર્કેટ થઈ કનૈયા હોટલ સુધીના બાવની નદીવાળો રસ્તો ઉપયોગ કરી શકાશે.

પ્રતિબંધિત રૂટ પર ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે ફરજમાં રોકાયેલ તમામ વાહનો તથા ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા ફાયર સર્વિસ અવર જવર કરી શકશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular