ધ્રોલમાં હાડાટોડા ગામે રહેતાં યુવાનનું કિડની, લીવરતથા કમળાની બીમારી સબબ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં રહેતા ખીમજીભાઈ ભુરાભાઈ પરમાર (ઉ.વ.31) ને ત્રણેક માસથી કિડની, લીવર તથા કમળાની બીમારી હોય રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર ચાલુ હતી. આ દરમ્યાન વધુ તબિયત લથડતા સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની હેમંતભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.એ.રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.