જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.10 હજારની કિંમતની દારૂની 20 બોટલો કબ્જે કરી શખ્સની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 વિસ્તારમાં આવેલા અચીજા પાન પાસેની શેરીમાં રહેતા જીગર ઉર્ફે રવિ ફુસ મનસુખ નાખવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની જીતેન્દ્રસિંહ જાડેજા અને જયેશ વઢેલને મળેલી બાતમીના આધારે પીએસઆઇ આર.કે. ગોસાઈ, હે.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, જયેશ વઢેર, પો.કો. લાલજીભાઈ જાદવ, બાબુભાઈ ઝાલા, શૈલેષ ગઢવી, જીતેશ મકવાણા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન જીગરના મકાનમાં તલાસી લેતા રૂા.10 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલો મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી જીગર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.