Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયપૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબની તબિયત નાંદુરસ્ત

પૂજ્ય નમ્રમુનિ મહારાજસાહેબની તબિયત નાંદુરસ્ત

રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજસાહેબની તબિયત નાંદુરસ્ત થવાથી સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલના આઇસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મહારાજસાહેબની સતત પેટમાં દુ:ખાવો, ઉલટી અને અપચાના કારણે તબિયત ખરાબ થઇ હતી. જો કે, મહારાજસાહેબના જુદા-જુદા પરિક્ષણ કરી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં અને તેમને ફૂડ પોઇઝનિંગ થયાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું. પ.પૂ. ગુરૂદેવની બે દિવસની લીલાવતી હોસ્પિટલની સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધારો થવાથી આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તબીબોની સલાહ મુજબ બે થી ત્રણ દિવસ આરામ કરવાની જરૂર હોય જેથી ભાવિકો માટે તેમના દર્શન બંધ રાખવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular