વોર્ડ નં. 4ના કોર્પોરેટર દ્વારા નાગરિકોને સાથે રાખી મામલતદાર કચેરીમાં ધરણા જામનગર શહેરમાં થયેલ અતિવૃષ્ટિમાં સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી હતી. જે હજૂ પણ અનેક લોકો સુધી પહોંચી ન હોય, આજરોજ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા મામલતદાર કચેરી ખાતે નાગરિકોને સાથે રાખી ધરણા કરવામાં આવ્યા હતાં.
જામનગરમાં અતિવૃષ્ટિને કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં જેને પરિણામે લોકોની ઘરવખરીને નુકસાન થયું હતું. આ અંગે સરકાર દ્વારા રાહત સહાય જાહેર કરવામાં આવી હતી. જેમાં સર્વે તેમજ જરૂરિયાતમંદો દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી હોવા છતાં હજૂ સુધી અનેક લોકોને સહાય મળી નથી. મામલતદાર કચેરીમાં અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત થયેલા શહેરના નાગરિકો દ્વારા જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ભરી દીધા હોવા છતાં હજૂ સુધી સહાય મળી નથી. અનેક વિસ્તારના નાગરિકને સહાય મળી નથી. કેટલીક જગ્યાએ અમુક લોકોને સહાય મળી છે તો અમુક લોકોને હજૂ સુધી સહાય મળી ન હોય. નાગરિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેને લઇને વોર્ડ નં. 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદભાઇ ગોહિલ દ્વારા નાગરિકોને સાથે રાખી મામલતદાર કચેરીમાં ધરણા કરવામાં આવ્યા હતાં.