Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમાનવતાની મિસાલનો આ વિડીઓ જુઓ : એક નાનકડા જીવને પ્રભુએ આપ્યું નવજીવન

માનવતાની મિસાલનો આ વિડીઓ જુઓ : એક નાનકડા જીવને પ્રભુએ આપ્યું નવજીવન

- Advertisement -

સોશિયલ મીડિયા પર,તમે એવા વિડીઓ તો અનેક વખત જોયા હશે જેમાં માણસ કોઈ પ્રાણીને  રીતે હેરાન કરે છે. પરંતુ જેઓ પ્રાણીઓને પ્રેમ કરે છે અને તેમની મદદ માટે હંમેશા આગળ હોય છે તેવી ઘટનાનો અમુક વખત જ સામે આવતી હોય છે. પ્રાણીઓની મદદ કરીને માનવતાનું ઉદાહરણ બેસાડતો એક  વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા બેબી મકાક (વાનરની એક પ્રજાતિ)ને એક વ્યક્તિ નવજીવન આપે છે.

- Advertisement -

આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુધા રામેને ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે – એવા લોકો છે જે આજે પણ આ ધરતી પર દરેક નાનામાં નાના જીવનને મહત્વ આપે છે. અહીં શ્રી પ્રભુ પ્રાથમિક સારવારની તકનીકોનો ઉપયોગ કરે છે, જે તેમણે વર્ષો પહેલા શીખ્યા હતા. તેઓએ 8 મહિનાના મકાકને પુનર્જીવિત કર્યું છે જેના પર કૂતરાઓના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને તેને બચાવવાના ઝડપી પગલા લેવાથી નાના પ્રાણીનો જીવ બચી ગયો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular