Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

ખંભાળિયામાં તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે તાજેતરમાં તાલુકા ભાજપની કારોબારી કમિટીની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કારોબારી બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ દ્વારા આગામી સમયમાં ગ્રામ પંચાયત તથા અન્ય ચૂંટણી સંદર્ભે કરવાની થતી જરૂરી કામગીરી તથા લોકોપયોગી પ્રશ્નો અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચન કર્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા મહામંત્રી કાનાભાઈ રવજીભાઈ કરમુરે આભારવિધી કરી હતી.

- Advertisement -

તાલુકાની આ કારોબારી બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ કરમુર, હિતેશભાઈ પિંડારિયા, હરિભાઈ, પરબતભાઈ, તેમજ મહિલા પ્રમુખ કુંદનબેન આરંભડીયા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular