Monday, January 6, 2025
Homeરાજ્યભાણવડમાં યુવાન ઉપર હુમલા પ્રકરણમાં બે હુમલાખોરોને સજા

ભાણવડમાં યુવાન ઉપર હુમલા પ્રકરણમાં બે હુમલાખોરોને સજા

- Advertisement -

ભાણવડ ખાતે તારીખ 28-3-2009 ના રોજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રહીશ રાણાભાઈ ડોસાભાઈ બેડીયાવદરા તથા દેવશીભાઈ રાણાભાઈ બેડીયાવદરા નામના બે શખ્સો દ્વારા કરશનભાઈ ટપુભાઈ એમના એક આસામી ઉપર તેમના પરિવારજન દ્વારા કરવામાં આવેલા પ્રેમલગ્નનો ખાર રાખી અને કુહાડા તથા લોખંડના પાઇપ વડે બેફામ માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદી કરશનભાઈની આંખોમાં મરચાની ભૂકી છાંટી, ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગેનો કેસ ભાણવડની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતા આ અંગે સરકારી વકીલ એચ.આર. અંબાસણા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી, નામદાર અદાલત દ્વારા આરોપી રાણાભાઈ ડોસાભાઈ તથા દેવશીભાઈ રાણાભાઈને તકસીરવાન ઠેરવી, જુદી જુદી કલમો હેઠળ ત્રણ વર્ષની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી કરશભાઈને પણ વળતર પેટે રૂપિયા દસ હજાર ચૂકવવા પણ વધુમાં હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular