આગામી તા. 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયત સામાન્ય/પેટા ચૂંટણી યોજાનાર છે. જે માટે જામનગર જિલ્લાના વિવિધ ગામો ખાતે મતદારોને પ્રોત્સાહિત, પ્રશિક્ષિત કરવા અને મતદારો કાયદા/નિયમોની જોગવાઈઓ અને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તેમજ મતદાન કરવા પ્રેરાય તે હેતુથી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.
મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપના નોડલ અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા,સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ મંજુલાબેન પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મહેશ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તા.04 ડિસેમ્બરના રોજ જામનગર તાલુકાના મોટી બાણુંગરતેમજ ધ્રોલ તાલુકાના ખારવા, વાંકિયા, સોયલ તેમજ ડી.એચ.કે. મુંગરા ક્ધયા વિધિયાલય ખાતે સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફને મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમમાં જોડવામાં આવ્યા હતા. જેમાં સૌને મતદાન જાગૃતિ અંગેના સપથ લેવડાવાયા હતા તેમજ વિધાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા પ્રેરણા પુરી પાડી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.