સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશળાના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરદેવ ધીરજમુનિ મ.સા.ના હસ્તે તા. 12ના નયનાબેન નલીનભાઇ આશરાના પુત્રી કુ. રોશનીબેન પારસમૈયા પરિવારના પૂ. નિર્મળાજી મ.સ., પ્રવર્તિની પૂ. વનિતાજી મ.સ., પૂ. વિમળાજી મ.સ. આદિ ઠાણાની સમીપે જૈનેશ્ર્વરી દિક્ષા અંગીકાર કરશે.
આ પ્રસંગે તા. 4ને શનિવારે સવારે 10 કલાકે રાજકોટના સમસ્ત સંઘો વતી દિક્ષાર્થીનું સન્માન કરાશે. તા. 5ને રવિવારે 9:30થી 10:30 કલાકે સમુહ દંપતિ જાપ અને પ્રવચન તેમજ તા. 6ને સોમવારે સવારે મંગલ મુહુર્ત પૃચ્છા અને બપોરે 2:30 થી 4 કલાકે મેગા મહિલા જ્ઞાન શિબિરનું મુકતાબેન જયંતિલાલ મહેતા હ. પ્રતિમા હસમુખ મહેતા તરફથી આયોજન કરાયું છે.
તા. 7ના સમુહ સામાયિક, તા. 8ના સ્વસ્તિકવિધિ તા. 9ના મંડપારોપણ, તા. 10ના મોક્ષમાળારોપણ અને વિર આવો અમારી સાથે સાયન, ચંદ્રીકાબેન પ્રભુદાસ લાખાણી, તનુજાબેન જી. દોશી પ્રેરિત સમુહ 999 આયંબિલ તપ યોજાશે. જેના પાસ દરેક ઉપાશ્રયે તેમજ મોટા સંઘની ઓફિસમાંથી મળશે.
તા. 11ના દિક્ષાર્થીના હસ્તે વરસીદાન અને તા. 12ના સવારે 7:15થી 8:15 રાજપથ બિલ્ડિંગમાં નવકારશી બાદ 8:31 કલાકે શોભાયાત્રા અને ડુંગર દરબાર હેમુગઢવી હોલમાં ભાગવતી દિક્ષા ઉજવાશે.
દિક્ષા મહોતસવના સંઘરત્નનો લાભ શાસનદિપક પૂ. ગુરુદેવ નરેન્દ્રમુનિ મ.સા. તથા મા.સ્વામી પૂ. જય-વિજયાજી મ.સ.ની સ્મૃત્યર્થે ધર્મવત્સ્લો બીનાબેન અજયભાઇ શેઠ, કવેસ્ટ ફાઉન્ડેશન (સાયન-મુંબઇ) તેમજ અનુમોદક દાતા તરીકે ચંદ્રીકાબેન શાંતિલાલ ગોપાણી-અમેરિકા, પૂ. પારસમૈયાની સ્મૃતિમાં આશરા પરિવાર, સુશિલાબેન ઇન્દુભાઇ બદાણી, રમાબેન દફતરી અને સનિલ એમ. દોશી, સમરતબેન પ્રભુલાલ મહેતા પરિવાર ડો. હર્ષદભાઇ અને ચેતનાબેન સંઘવી-અમેરિકા, વિર આવો અમારી સાથે મંડળ, કાંતાબેન નંદલાલ જગડ, ગુણવંતીબેન ચંપકલાલ શાહ, સવિતાબેન મહેન્દ્રકુમાર મહેતા વગેરેએ સંરક્ષક સંઘપ્રમુખ હરેશભાઇ વોરા, સંરક્ષક સંઘ રજનીભાઇ બાવીસીના નેતૃત્વમાં સંઘ જહેમત ઉઠાવી રહેલ છે.