Tuesday, December 24, 2024
Homeરાજ્યCCTV : તંત્રની ઘોર બેદરકારી, રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખી દેતા...

CCTV : તંત્રની ઘોર બેદરકારી, રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખી દેતા કાર હવામાં ફંગોળાઈ

- Advertisement -

રાજકોટ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં મવડી રોડ પર ડ્રેનેજનું ઢાંકણુ ખુલ્લું રાખી દેવામાં આવતા ત્યાંથી પસાર થતી એક કાર હવામાં ફંગોળાઈ હતી. પરંતુ સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી.

- Advertisement -

સીસીટીવીમાં જોઈ શકાય છે કે રાજકોટમાં મવડી રોડ પર આવેલા પુલ પાસેના રસ્તા પર ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખી દેવામાં આવતા ત્યાંથી પસાર થતી એક કાર ઢાંકણું ખુલ્લુ હોવાને કારણે ફંગોળાઇ જાય છે. અને ત્યાંથી પસાર થતો અન્ય એક બાઈક ચાલક માંડ બચે છે. જો કે કારની સ્પીડ ઘણી ઓછી હોવાથી અને આસપાસ અન્ય કોઈ મોટું વાહન નહીં હોવાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular