વિશ્વના દેશોની પાર્લામેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન ઇન્ટર પાર્લીયામેન્ટરી યુનિયનની (આઇપીયુ)ની સ્થાપના 132 વર્ષ પહેલા સને 1889માં થયેલ હતી. આ સંસ્થાના મૂળભૂત ઉદેશો લોકશાહી શાસન પ્રણાલીને ઉત્તેજન આપવુ, એકબીજા રાષ્ટ્રો સાથે સહકારની ભાવના રહે, પુરુષ-સ્ત્રીને સમાનતા, યુવાઓને રાજકારણમાં પ્રોત્સાહન, દુનિયાના તમામ રાષ્ટ્રોનો સમુચિત વિકાસ થાય તે રહેલ છે.
આઇપીયુની મેડ્રીડ સ્પેન ખાતે યોજાયેલ 143મી કોન્ફરન્સમાં ભારતીય સાંસદ ડેલિગેશનમાં ગયેલ સંસદસભ્ય પૂનમબેન માડમએ વુમન પાર્લામેન્ટરીયન્સ ફોરમમાં સમગ્ર વિશ્વમાં બાળકોના ઓનલાઇન જાતિય શોષણ અંગેના આઇપીયુના ઠરાવના મુસદ્દા ઉપર મહિલાઓના પરિપ્રેક્ષ્યથી વિસ્તૃત ચર્ચા કરી મંતવ્યો રજૂ કરેલ હતાં. ભારતના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસરકારક અને સકારાત્મક પગલાંઓ અંગે જ્ઞાત કરાયેલ હતાં.
આઇપીયુ બ્યૂરો ઓફ વુમનના સભ્ય તરીકે સંસદસભ્ય પૂનમબેન માડમએ મિટિંગમાં ઉપસ્થિત રહી બ્યૂરોની ભવિષ્યની એક્ટિવીટી શું હોવી જોઇએ? તે અંગેના તેમના મંતવ્યો રજૂ કરેલ હતાં. તેમજ જેન્ડર રિસ્પોન્સીવ કાયદો બનાવવા માટેની વ્યૂહરચના બાબતેની પેનલ ચર્ચામાં ભાગ લઇ ચર્ચા કરેલ અને મંતવ્યો રજૂ કરેલ હતાં.
આઇપીયુની કોન્ફરન્સ દરમિયાન સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે શુભેચ્છા મુલાકાત કરેલ હતી. આઇપીયુ અંતર્ગતના 7માં બ્રિકસ પાર્લામેન્ટરી ફોરમને ભારતીય સંસદીય ડેલિગેશન સાથે ઉદ્બોધન કરેલ હતું. આ ફરોમમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડીયા અને સાઉથ આફ્રિકા દેશના સંસદીય મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતાં. જ્યારે ચીનના પ્રતિનિધિ વર્ચ્યુલ માધ્યમથી જોડાયેલ હતાં.
જામનગર સાંસદ પૂનમબેન માડમએ વૈશ્ર્વિકસ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા લોકસભા સ્પીકર ઓમ બિરલાનો આભાર વ્યક્ત કર્યો હતો.