જામનગરમાં શહેરની શોભા વધારતા મોટા ભાગના ફૂવારા નામરોષ થયા છે. કેટલીક જગ્યાએ તો તેના માત્ર અવશેષો બચ્યા છે. આ અવશેષો દર્શાવીને કહી શકાય કે એક જમાનામાં અહીં સુંદર અને રમણિયા ફૂવારો હતો. આમ તો જામનગર મહાનગરપાલિકાનું બજેટ ચારસો કરોડથી પણ વધુ છે. બસો કરોડનો ફલાય ઓવર બની રહ્યો છો, અન્ય કરોડનો વિકાસકામોનો ધમધમાટ ચાલી રહ્યો છે. પણ ફૂવારા મરામત મા
ટેની અને તેને જાળવવાની મામુલી રકમ જામ્યુકો પાસે નથી!! હા, બરોબર ચોપડે મંડાઈ જતી હોય તો વાત અલગ છે.
એક સમયે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતાં ડી.કે.વી.ફાઉન્ટેન, ટાઉનહોલ પાસે મોતી ફાઉન્ટેન, પંચાયત પાસે બારદાનવાલા ફાઉન્ટેન આજે જીવાસ્મ સમાન બની ગયા છે. આ ફૂવારાઓ જાણે ‘મોંહેજો દડો’ ની જેમ પ્રાચિન સંસ્કૃતિનું પ્રદર્શન કરતાં હોય તેમ ર્જીણશિર્ણ હાલતમાં કહી રહ્યા છે.
‘અહીં એક ફૂવારો હતો…’આ ફૂવારાઓને જીવંત કરવામાં જામ્યુકોના સતાધિશો અને અધિકારીઓને કોઇ રસ હોય તેમ જણાતું નથી. અરે પ્રયાસ તો ઠીક વિચાર પણ કરવામાં આવતો નથી! શહેરને સ્માર્ટ અને સુંદર બનાવવાની ગુલબાંગો ગમે ત્યારે સાંભળવા મળી જશે પણ નકકર કામ થતું કયારેય જોવા મળ્યું નથી. જામ્યુકોને ફૂવારાની મરામત અને જાળવણીમાં કયો ગ્રહ નડે છે તે જાણી શકાયું નથી. કદાચ કોઇ સારો જ્યોતિષી બતાવી શકે !
મ્યુનિ. કમિશનરે પણ આરંભે શૂરાની જેમ અધિકારીઓની ફૌજ ને સાથે રાખી શહેરના અનેક વિસ્તારોમાં આંટા ફેરા માર્યા પરંતુ તેમના ધ્યાનમાં પણ આ મુદ્ો કેમ ન આવ્યો…? કે પછી અધિકારીઓ દ્વારા ઢાંક પીછોડો કરવામાં આવ્યો…!અધિકારી તો સમજયા દરેક મુદ્ે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે, પણ શું સત્તાધિશો (ચૂંટાયેલા)ની આંખે પણ પાટા બાંધેલા છે ? જામનગરના લોકને બોલવાની વિરોધ કરવાની કે પાઠ ભણાવવાની આદત નથી એનો અર્થ એ નથી કે, તેઓ કશું જાણતા નથી…. ‘યે પબ્લિક હે સબ જાનતી હૈ’
આટલું ઓછું હોય તેમ પાછો દેખાડો કરવામાં જામ્યુકોનો કયાંય જોટો જડે તેમ નથી..! વિકાસ અને સુવિધાને લઇને પોતે કેટલાં પ્રતિબધ્ધ છે. તે દર્શાવવા તાજેતરમાં જામ્યુકોના સત્તાધિશોએ લોકો પાસેથી સૂચનો માંગવાનું અભિયાન શરૂ કરી એક વ્હોટસએપ નંબર જાહેર કર્યો છે. અરે પત્રકારો કલમ ઘસી ઘસીને થાકી ગયા. એક આખુ પુસ્તક લખાય તેટલાં સૂચનો કરી દીધાં છતાં જામ્યુકોના સત્તાધિશો એ ભાગ્યે જ તેને ધ્યાનમાં લીધા છે. તો બીચારા પ્રજાજનોના સૂચનોનું શું થશે તે કલ્પી શકાય તેમ છે. ખેર ‘ખબર ગુજરાત’ ના આ આર્ટિકલને પણ અમારું એક સતાવાર સૂચન જ ગણી લેશો અને તુરંત કોઇ કાર્યવાહી કરશો તેવી મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન, કમિશનર, નાયબ કમિશનર (અધિક કલેકટર) તથા તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પાસે આશા…. ભારત માતા કી જય…